માંડવી

માંડવી તાલુકાના ઉટેવા ચોકડી થી ટીટોઇ તરફ જતો રસ્તો બનાવ્યા ના થોડા દિવસમાં ભ્રષ્ટાચાર ના ખાડાઓ પડ્યા.

માંડવી તાલુકાના ઉટેવા ચોકડી થી ટીટોઈ તરફ જતો 1.8 કિલોમીટરનો વાયડીંગ એન્ડ સ્ત્રેન્થ ઓફ ઉટેવા પાટીયા થી ટીટોઇ રોડ હમણાં જ વરસાદ પહેલા કે.બી. ડેકલીયા, જીલ્લે બનાસકાંઠાની એજન્સી દ્વારા રોડ બનાવવામાં આવેલ હતો.

સદર રસ્તો નાયબ કાર્યપાલ ઇજનેર શ્રી માર્ગ મકાન (પંચાયત) દેખરેખ હેઠળ જેઓના S O દ્વારા ચાપતી નજર દાખવી સદર રસ્તા ના કામો પૂર્ણ કરાવવાના હોય પરંતુ આ વિકાસશીલ ગુજરાતમાં પ્રથમ વરસાદે જ જે રસ્તાઓ પરના ખાડાઓનું પારખું કરાવી દીધું છે. ઉટેવા પાટીયા થી ટીટોઈ તરફ જતા રસ્તા પર જ્યાં ખાડો પડ્યો છે જે જગ્યાએ સાઈડમા મહુડાનું ઇમારતી ઝાડ હતું. તે ઝાડને બિન પરવાનગી કાપી તેનો નાશ કરવામાં આવેલ હતો. તે પરિસ્થિતિ ધરાવતા મહુડાની ઝાડની જગ્યાએ ખાડો થઈ જવા પામેલ છે. તેમજ થોડે દુર ગરનાળાની બંને સાઈડ પણ બેસી જવા પામેલ છે.

ત્યારે થોડા દિવસ પહેલા આજ ખાડામાં પડવાથી બાઇક ચાલક ના પગો પણ ભાગી ગયા હતા. આમ આ ખાડાઓ ક્યારેક મોટી દુર્ઘટના કરાવે તેવી સંભાવના છે. તેમજ ક્યારેક વાહન ચાલકોના અકસ્માત પણ કરાવે
તેવા જોખમ ભર્યા ખાડાઓ છે. ચોમાસા દરમિયાન સદરખાડામાં પાણી ભરાઈ રહે અને વાહન ચાલક પૂર ઝડપે જતો હોય તો અકસ્માત થવાનો સંભવ ની શક્યતાઓ બની શકે તેમ છે.

ત્યારે ત્યાંની સ્થાનિક પ્રજા અને વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે કે, નાયબ કાર્યપાલક ઇજનેર, માર્ગ મકાન (પંચાયત) પેટા વિભાગ માંડવી જેવો તાકીદે જવાબદાર એજન્સી પાસે આ રસ્તાની મરામત કરાવે. તેમજ આજની તારીખમાં જે એજન્સીના નાણાં ચૂકવવાના બાકી હોય , તો આ રસ્તાની મરામત કર્યા વગર જે તે એજન્સીને નાણાં ચૂકવવામાં ન આવે તેવી પણ લોકોની માંગ ઉઠવા પામી છે.

Related Articles

Back to top button