તાપી

ડોલવણમાં પ્રેમ પ્રસંગમાં બ્રાહ્મણને માતા-પુત્રે માર માર્યો

ડોલવણ તાલુકાના બેડચિત ગામની સીમમાં એક બ્રાહ્મણ બારમાની વિધિ કરાવવા જતા હોય, રસ્તામાં તેને મોટરસાયકલ પર અટકાવીને માતા અને પુત્ર દ્વારા મેથીપાક ચખાડવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય કારણ મહીલાની પુત્રવધુને બ્રાહ્મણ યુવકે પુત્રવધુને રાખી લીધી હોય બ્રાહ્મણ યુવકને મેથીપાક અપાતા વિડિયો ફરતા ચર્ચાઓ ઉઠી છે.

ડોલવણ તાલુકામાં એક વિડિયો વાયરલ થતાં લોકોમાં ચર્ચાઓ તથા સદર બાબતે વિડીયો એ ચર્ચાઓ જગાવી છે, આ વીડિયોમાં બેડચિત ગામમાં તા. 01/10/2024 ના રોજ મહિલા ચંચળ ઉર્ફે ટીના અને તેમના દીકરા અક્ષયએ એક બ્રાહ્મણ યુવકને માર મારવામાં આવેલ હોવાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. સદર બનાવ બાબતે તપાસ કરવા જતાં ઘણું મળ્યું હતું કે બ્રાહ્મણ યુવક બુહારી ગોલવાડ ખાતે રહે છે અને તેઓ પૂજા પાઠ કરાવવા મહિલા ટીનાબેનના ઘરે જતો હોય તે દરમિયાન ટીનાબેને બ્રાહ્મણ યુવકને ભાઈ બનાવેલ હતો. અવારનવાર ઘરે આવતો જતો હોવાને લીધે તેમના પરિવારમાં ઘરોબો બંધાયો હતો, ટીનાબેનની વહુ અને બ્રાહ્મણ યુવક દ્વારા આંખો મળી જતા ટીનાબેનની વહુ થોડા સમય પહેલા પિયર મોતા રહેવા આવી ગઈ હતી, ત્યારબાદ મહિલાની વહુ કોઈપણ જાતની ફારગતી કે છૂટાછેડા લીધા વિના બ્રાહ્મણ યુવક સાથે રહેવાનું શરૂ કર્યું હતું. દરમિયાન યુવક વાંકલા નજીક બારમાની વિધિ કરાવવા જઈ રહ્યો હતો તે દરમિયાન બેડચિત પાસે ટીનાબેન અને તેના પુત્રએ આ મહારાજને અટકાવી માર માર્યો હતો, તેમજ અપશબ્દો બોલી અપમાનિત કરાયો અને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી, તેમજ સાંજના સમયે તેમના કેટલાક માણસો બ્રાહ્મણ યુવકના ઘરે પણ ધમકી આપવા આવ્યા હતા.ત્યારે આ સમગ્ર મામલાને લઈને ડોલવણ પોલીસ મથકે બ્રાહ્મણ દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. વિડીયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો બ્રાહ્મણ યુવકે આક્ષેપ કરતા કહ્યું હતું કે,મને મારનાર બેડચિતની બુટલેગર છે, મે ફરિયાદ ડોલવણ પોલીસમાં આપી હોવા છતાં આજદિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. ડીવાયએસપીને પણ આ અંગે લેખિતમાં ફરિયાદ કરવામાં આવેલ છે. સ્થાનિક પોલીસ અમને સહકાર આપવામાં આવતો નથી, મહિલા બૂટલેગર પાસેથી હપ્તા વસૂલવામાં આવતો હોવાથી તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

Related Articles

Back to top button