માંડવી

માંડવીના દઢવાડા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ઝરી-દઢવાડા ગામે નાણાપંચમાંથી બનાવેલ બોર વિથ મોટરનું કામ ખેતીની જમીનમાં પિયત કામે વાપર્યું

બાંધકામ શાખાના એસો તાલુકા પંચાયત માંડવી અને ફરજ પરના જે તે સમયના સરપંચ આ બાબતે જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.

માંડવીના દઢવાડા ગ્રામ પંચાયત અંદર સમાવિષ્ટ ઝરી દઢવાડા ગામની અંદર સને 2022/23માં નાણાપંચમાંથી આયોજન કરેલ બોર વિથ મોટર ટાંકીનું કામ ખેતીમાં પાણી વાળવાના કામે પ્રથમ દ્રશ્યમાં દેખાતા આયોજનની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર હોવાનો ગંદ આવી રહ્યો છે.

હકીકતમાં ઝરી દઢવાડા પંચાયતની અંદર ગ્રામ પંચાયતના વિકાસના નામે રાજકીય વગ ધરાવતા ઈસમ રાહે ખેતીની જમીનમાં પિયત કામે નાણાપંચના બોર પણ ઉપયોગ કરાય છે. જુઓ પ્રજા જુઓ…. અને જાણી લ્યો… પ્રજાને પીવાના પાણીના કામે અપાતા બોર વિથ મોટર ખેતીની જમીનમાં પણ વપરાતા હોવાના લોકો દાવા કરી રહ્યા છે. ત્યારે આવા જ અજુક્ત બનાવ આ ઝરી દઢવાડા ગામે ખેતીની જમીનમાં બોર કરાયો હોવાનું અને ઇલેક્ટ્રીક મોટર મુકાઈ હોવાનું બહાર આવી રહ્યું છે. જુઓ પ્રજા જુઓ…. અને જાણી લો…. આ છે, ગામના લોકોના હિત માટે પીવાનું પાણી પૂરું પાડવા માટેની યોજના…

આ દરેક બાબતોમાં જિલ્લા વિકાસ અધિકારી નાણાપંચોની જોગવાઈને લઈ આ દઢવાડા પંચાયતમાં આવા પાણીના કામો, તેમજ હેતુ ફેર થયેલ ગટર લાઈનોના કામો,  14 /15માં નાણાપંચના બીજા અન્ય કામ જિલ્લા વિકાસ અધિકારીએ તાકીદે ઉચ્ચકક્ષાની તપાસ સમિતિ નીમી ભ્રષ્ટાચાર બહાર લાવવામ આવે એવી ગામ લોકોની માંગણી ઉઠી છે. તેમજ તારીખ 31 જુલાઈ 2024ના વાઉચરથી નાણાં પણ ઉપડી ગયા છે. ત્યારે વિકાસના કામમાં જો ભ્રષ્ટાચાર થતો હોય તો આવી એજન્સી સામે પણ કાયદેસરના પગલાં ભરી એજન્સીને બ્લેક લિસ્ટમાં જાહેર કરવા તેમજ તેઓના કનેશનોમાંથી જે તે યુનિટના એસ્ટીમેન્ટ મુજબ પૈસા પણ રિક્વર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.

Related Articles

Back to top button