માંડવી
માંડવી કોર્ટ પરિસરમાં ખાલી કાર્ટૂસ મળી આવતાં ચકચાર

માંડવી નગરની કોર્ટના પરિસરમાં ખાલી કાર્ટૂસ મળતા ચકચાર મચી ગઈ હતી. કોર્ટ પરિસરના પાછળના ભાગે એક કર્મચારીને ખાલી કાર્ટૂસ દેખાતા, તેમણે તાત્કાલિક માંડવી પોલીસને જાણ કરી હતી.
સૂચના મળતાં જ માંડવી પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. મોડ ઘટનાસ્થળે પહોંચ્યા અને જરૂરી કાર્યવાહી શરૂ કરી. પોલીસ ટીમે ખાલી કાર્ટૂસ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે.
આ ખાલી કાર્ટૂસ કઈ રીતે અને કોણે અહીં મુક્યું? અને આ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલું છે કે નહીં, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. સુરક્ષા અને શંકાસ્પદ હલચલને ધ્યાનમાં રાખીને કોર્ટ પરિસરમાં સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે.
પોલીસ દ્વારા નગરજનોને અપીલ:
જો કોઈને આ અંગે કોઈ માહિતી હોય તો તેઓ પોલીસને જાણ કરી શકે છે. માંડવી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે અને શીઘ્ર જ સમગ્ર પ્રકરણ અંગે સ્પષ્ટતા મળશે.




