તાપી

વ્યારા તાલુકાના છીંડીયા ગામની સીમમાં જમીન માપણી કરવાના મુદ્દે અદાવત રાખી મારામારી થઈ

વ્યારા તાલુકાના છીંડીયા ગામની સીમમાં જમીન માપણી કરવાના મુદ્દે અદાવત રાખી મારામારી કરી હતી. જે પ્રકરણમાં 04 ઇસમોએ પિતા પુત્રને માર મારતાં વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

છીંડીયા ગામે પુનિયાભાઈ ઉકડીયાભાઈ કોટવાડીયા પરિવાર સાથે રહે છે. તેમણે કરેલી ફરિયાદ મુજબ તેમના બહેન નજુબેન અને હોડકીબેનને રમેશભાઈ નામના વ્યક્તિએ માર માર્યો હોવાની જાણ થઈ હતી. જે બાદ ચાર વ્યક્તિઓ જમીન માપણીની અરજીની અદાવત રાખી પુનિયભાઈના ઘર પાસે બબાલ શરૂ કરી હતી. જેમાં પાઉલ દશરિયા કોટવાડીયા તેમજ ફીલીપ કોટવાડીયા, રમેશ કોટવાડીયા, કુથીયા કોટવાળીયાએ ભેગા થઈને પુનિયાભાઈ ઘરની બહાર નીકળતા હતા. ત્યારે માર મારવા લાગ્યા હતા. આ જોઈને તેમનો દીકરો સુલેમાન છોડાવવા પડતા પાઉલ અને ફિલીપે સુલેમાનને માર માર્યો હતો અને ચાર જણા કહેતા હતા કે આજે બંનેને પિતા પુત્રને જીવતા નહીં છોડીએ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા. બનાવને લઈને પુનિયાભાઈ કોટિયાવાડીએ ચાર વિરુદ્ધ વ્યારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Related Articles

Back to top button