માંડવી
માંડવીમાં મોબાઈલ ટાવરના રૂમમાંથી 12 લાખની સામગ્રીની ચોરી

માંડવી નગરમાં આવેલ આશિષ હોસ્પિટ્લની પાછળ આવેલ ઇન્ડસ કંપનીના મોબાઇલ ટાવર આઇડી નં.1002340 ના સેલ્ટર રૂમના દરવાજા ને મારેલ તાળુ અજાણ્યા ઇસમોએ ખોલી સેલ્ટર રૂમમાં પ્રવેશ કરી એરટેલ કંપનીના બી.ટી,એસ માં લગાવેલ કાર્ડ ના સોકેટ ખોલી બી.ટી,એસમાં લગાવવામાં આવેલ સીસ્કો એસ.એફ.પી કાર્ડ-
(૧) ,SN;ACZ261300GF
(૨) SN ;ACA 2236001P
(૩) SN ;ACA2235003Y
જે એક કાર્ડ ની કીં.રૂ.4,00,000/-લેખે 3 કાર્ડ ની કુલ્લે કિં.રૂ.12,00,000/- ની મતાની ચોરી કરી ભાગી છુટ્યા હતા.
માંડવી પોલીસે ચોરીનો ગુનો નોંધી પીએસઆઇ એ.ડી.રાઠવા એ આગળની તપાસ હાથ ધરી હતી.




