માંડવીરાજનીતિ

માંડવી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં અંદાજપત્ર મંજૂર

રાષ્ટ્રીય મુદ્દે પણ ચર્ચા

માંડવી તાલુકા પંચાયતના સભાગૃહમાં તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં સામાન્ય સભા આયોજિત કરવામાં આવી હતી. આ સભામાં તાલુકા પંચાયત કચેરી માંડવીનું 2024-25નું સુધારેલ અંદાજપત્ર અને 2025-26નું નવું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. સભ્ય સચિવ ટીડીઓ આર.એલ. સોલંકીની ઉપસ્થિતિમાં થયેલી આ સભામાં સ્વભંડોળ અને સરકારી યોજનાઓની કુલ આવક રૂપિયા 108.68 કરોડ અને કુલ ખર્ચ રૂપિયા 108.49 કરોડ જણાવવામાં આવ્યું હતું. આ આવક-ખર્ચ સાથેનું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.

સભા દરમિયાન અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે પ્રજાલક્ષી વિવિધ સમસ્યાઓ અને તેના નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તમામ સમસ્યાઓના સુખદ ઉકેલ માટે હકારાત્મક વલણ સાથે અંદાજપત્ર અંગેની બેઠક પૂર્ણ કરવામાં આવી હતી.

વિરોધ પક્ષના નેતા તરીકે નાથુભાઈ ચૌધરીની પસંદગી

માંડવી તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે કોંગ્રેસ પક્ષના સભ્ય નાથુભાઈ કનૈયાભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય મુદ્દે પ્રસ્તાવ

આ સભામાં “એક રાષ્ટ્ર, એક ચૂંટણી”ના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. ભારત દેશની લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાની સામાન્ય ચૂંટણી એકસાથે કરાવવા માટે ભારતની સંસદમાં રજૂ થયેલ બંધારણીય સુધારણા બીલ-129 (સંશોધન વિધાયક 2024)ને સમર્થન આપવા તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ ચૌધરી દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને સભામાં બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો.

માંડવી તાલુકા પંચાયતની આ સામાન્ય સભા અંદાજપત્ર મંજૂરી અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા સાથે સફળતાપૂર્વક સમાપ્ત થઈ હતી. સભામાં લેવાયેલા નિર્ણયો અને પ્રસ્તાવો તાલુકાના વિકાસ અને સુશાસન માટે મહત્વપૂર્ણ ગણાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button