માંડવી

માંડવી પંથકમાં ખેતરોમાંથી વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો; આ વખતે અંત્રોલી ગામના સિમડાના ખેતરોમાંથી ચોરી થઈ

પોલીસ ઊંઘતી રહી, ચોરો હાથ સાફ કરી ગયા; ખેડૂતોએ નાઈટ પેટ્રોલિંગ વધારવાની માંગણી કરી

  1. માંડવી તાલુકાના આંત્રોલી ગામના ખેતીવાડી વિસ્તારમાં મૂકવામાં આવતી મોટરોના કેબલોની થતી ચોરીથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને ખેતીવાડીમાં મોટા નુકસાનનો ભય સતાવી રહ્યો છે

માંડવી તાલુકાના અંત્રોલી ગામના ખેતીવાડી વિસ્તારમાં ખેડૂતો દેવું કરીને પણ ખેતીમાં પાકની ઉપજ માટે બોર તથા મોટરની સુવિધા ઉપલબ્ધ કરે છે. પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઘણા સમયથી મોટર સાથે જોડેલા કેબોલોની ચોરી કરવામાં આવી રહી છે કેબલોની ચોરી થતા એક ખેડૂતને અંદાજિત 10 હજારનું નુકસાન થતું હોય છે આર્થિક ફટકા સાથે ખેડૂતને હાલમાં રવિ પાકની સિઝન ચાલતી હોય તથા ખેતરોમાં વાવણી પણ કરવામાં આવતી હોય છે. આવા સંજોગોમાં કેબલોની ચોરી કરતા ખેતરોમાં પાણી મૂકી શકતા નથી અને રવિ પાકને નુકસાન થતું હોય છે તથા વાવણીમાં પણ દિવસો લંબાતા ખેડૂતોને નુકસાન પહોંચી રહ્યું છે.

ખેડૂતો તથા અગ્રણીઓએ અરેઠ પોલીસ આઉટ પોસ્ટને લેખિતમાં રજૂઆત કરી ચોર ઈસમોને ઝડપી પાડી સજા કરવા માંગ કરી હતી ગામમાંથી આજપર્યંત ત્રીસેક ખેડૂતો કેબલ ચોરીનો ભોગ બન્યા છે.આમ સામાન્ય ખેડૂતોને આર્થિક ફટકો પડી રહ્યો છે સાથે ખેતરોમાં પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે આવા ચોરી કરનાર ઈસમોને ઝડપી લેવા નક્કર પગલાં લેવામાં આવે એવી લોક માંગ ઉઠી છે.

Related Articles

Back to top button