તાપી

વ્યારા નવા બસ સ્ટેન્ડમાં બે દિવસથી પીવાનું અને શૌચાલયનું પાણી બંધ, મુસાફરો હેરાન

બસ સ્ટેન્ડ પર રાત્રિ દરમિયાન આવતા બસ ચાલકો , કંડક્ટરો અને મુસાફરોને વધુ મુશ્કેલી પડી રહી છે

વ્યારા નગર ખાતે આવેલા નવા બસ સ્ટેન્ડ પર રોજના 10,000 થી વધુ મુસાફરો ની અવરજવર રહે છે ત્યારે આ બસ સ્ટેન્ડ પર છેલ્લા બે દિવસથી પરબ માં પીવાના પાણી અને શોચાલયનું પાણી બંધ રહેતા મુસાફરોને હાલાકી પડી રહી છે. શૌચાલયમાં ગંદકી વધી જવાને લઈને મુસાફરો કફોડી હાલતમાં મુકાઈ રહ્યા છે.

એસટી વિભાગ દ્વારા આ બાબતે ગંભીરતા દાખવી મુસાફરોને પડતી મુશ્કેલી માટે તાત્કાલિક આયોજન કરે એ ખૂબ જરૂરી બન્યું છે. રાત્રિ દરમિયાન નાઈટ હોલ કરતા બસ ચાલ લોકો ક્લીનરો સહિત મુસાફરો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે. વ્યારા નગર ના નવા બસ સ્ટેન્ડ પર હાલ પાણી ટપકવાની ઘટના ભુલાઈ નથી ત્યાં ફરી બસ સ્ટેન્ડ પર પાણીની સમસ્યાને લઈને મુસાફરો બસ ચાલકો ક્લીનરો અને કર્મચારીઓ હાલાકી નો સામનો કરી રહ્યા છે વ્યારા નગરનો નવા બસ સ્ટેન્ડ પર દિવસ દરમિયાન 400 જેટલી બસો અને 10,000 થી વધુ મુસાફરો વિદ્યાર્થીઓ રોજના અવાર-જવર કરે છે અત્યંત મહત્વના ગણાતા આ સ્થળ પર છેલ્લા બે દિવસથી પાણીનો સદંતર અભાવ લોકોની હાલાકી વધારી રહ્યા છે. વ્યારા નગરના બસ સ્ટેન્ડ ઉપર આવેલ પીવાના પાણીની પરબ પણ છેલ્લા બે દિવસથી પાણીનું એક ટીપું આવતું નથી જ્યારે કમ્પાઉન્ડમાં આવેલા સૌચાલયોમાં પાણી ન હોવાને કારણે બિન ઉપયોગી બની રહ્યા છે. દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન આવતા મુસાફરો બસ ચાલકો વિદ્યાર્થઓ દ્વારા પીવાના પાણી પર પાણી ન હોવાને લઈને ના છૂટકે પૈસા ખર્ચી પાણી લેવું પડી રહ્યું છે. જ્યારે શૌચાલયમાં પાણીના અભાવે તેનો ઉપયોગ કરતા મુસાફરો ને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. એસટી વિભાગ દ્વારા આ બાબતે ગંભીરતા દાખવે અને મુસાફરો સહિત કર્મચારીઓને પડતી મુશ્કેલીનો નિરાકરણ જલ્દી લાવે એ જરૂરી બન્યું છે. વ્યારા નગરના બસ સ્ટેન્ડ પર પીવાના પાણી માટે અને સૌચાલયના ઉપયોગ માટે વ્યારા નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી નો ઉપયોગ લોકો કરે છે. ત્યારે બે દિવસથી પાણી કયા કારણસર આવતું નથી. તે બાબતને લઈને નગરપાલિકા પણ ગંભીરતા દાખવે અને એસટી વિભાગ પણ સંકલન કરી પાણીની સમસ્યા બાબતે કાયમી નિરાકરણ આવે એવા પગલાં ભરે એ જરૂરી છે.

Related Articles

Back to top button