માંડવી
માંડવીના કાટકુવામાં આગની ઘટનામાં અસરગ્રસ્ત પરિવારને યુવાનોએ કરી મદદ

માંડવી કાટકુવા બાબુભાઈ કાલુભાઈ વસાવા ના કાચા મકાનમાં સોટ સર્કિટના કારણે આગ લાગતા પશુઓ માટે ભરેલ ઘાસચારો સહીત ટીવી, કપડા અનાજ તેમજ જીવન જરૂરિયાતની અન્ય વસ્તુઓ બળીને ભષ્મ થઈ ગઈ હતી. આગના કારણે ભારે નુકસાન થયું હોવાનું ગામના સરપંચ ખાતરીયાભાઈ વસાવા પાસે જીગ્નેશ વાસવાજીગ્નેશ વાસવાને માહિતી મળતા દુ:ખી પરિવારની મુલાકાત લીધી અને સાથે એમને ઘર વપરાશ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ,વાસણો તથા અનાજ કરિયાણું વગેરે સામગ્રી આપી મદદ કરી હતી.યુવા અગ્રણી જીગ્નેશ વસાવાજીગ્નેશ વસાવાની ભાવનાને સૌએ બિરદાવી હતી




